IPL 2025 ફાઇનલ – સંપૂર્ણ માહિતી
તારીખ: 3 જૂન, 2025
સ્થળ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
સમય: સાંજના 7:30 વાગ્યે
આજ ની આઈપીએલ 2025 ની ફાઈનલ મેચ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મા પંજાબ કિંગ્સ (PBKS) vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાશે.
ફાઇનલ સુધી કેવી રીતે પહોંચી ટીમો?
- પંજાબ કિંગ્સ પહેલી વાર ફાઇનલમાં પહોંચી છે.શ્રેયસ ઐયરની સારી બેટિંગ અને અશદીપની સારી બોલિંગના કારણે પંજાબ કિંગ્સ આજે ફાઇનલમાં પહોંચી છે.
- છેલ્લી ક્વોલિફાયર 2 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યા બાદ, પંજાબ કિંગ્સ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કરશે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો, તેઓ લાંબા સમય પછી ફાઇનલમાં છે.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્વોલિફાયર 1 જીતીને સીધા ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

હવામાન :
થોડીક વરસાદની શક્યતા છે.
-
પરંતુ BCCI દ્વારા રિઝર્વ ડે અને કટ-ઓફ ટાઇમ રાખવામાં આવ્યા છે એટલે મેચ પૂરું થાય એ તકદિર રાખવામાં આવી છે.
એક અગત્યની વાત:
જો RCB જીતી જાય તો તેઓ IPLમાં પોતાનો પહેલો ખિતાબ જીતશે!
-
જો પંજાબ જીતે તો તેઓ પણ આઈપીએલનો પહેલો ટાઇટલ લાવશે.
-
એટલે કે બંને ટીમ માટે આ ખૂબ જ ખાસ અને ઇતિહાસિક મેચ છે.
સ્ટેડિયમની ખાસિયત – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
-
દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ.
-
ક્ષમતા: આશરે 1.32 લાખ દર્શકો.
-
IPL ફાઇનલ માટે ખાસ લાઈટિંગ, ફ્લેમ શો અને ડ્રોન શો યોજાવાનો આગાહિ.
મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ:
પંજાબ કિંગ્સ તરફથી
-
શશાંક સિંહ – મિડલ ઓર્ડરમાં ઝડપી રન બનાવનાર.
-
અર્શદીપ સિંહ – યોર્કર સ્પેશિયાલિસ્ટ બોલર.
RCB તરફથી
-
વિરાટ કોહલી – સર્વાધિક રન બનાવનાર અને અનુભવી ખેલાડી.
લીયામ લિવિંગસ્ટન – પાવર હિટિંગ માટે ઓળખાતા.
ખાસ તહેવાર જેવો માહોલ
-
આખા અમદાવાદ શહેરમાં ક્રિકેટનો ખુમાર છવાયેલો છે.
-
સ્ટેડિયમ બહાર ફૂડ ઝોન, ફેમિલી ઝોન, મ્યુઝિક શો પણ યોજાશે.
-
VIP ગેસ્ટ તરીકે બોલીવુડ સેલિબ્રિટીઝ અને પૂર્વ ક્રિકેટર્સ ઉપસ્થિત રહેશે.
સુરક્ષા અને વ્યવસ્થા
-
3,000થી વધુ પોલીસ કમીશનરેટ સ્ટેડિયમની આસપાસ.
-
ડ્રોન સેવા, ફાયર બૃગેડ, એમ્બ્યુલન્સ – બધું તૈનાત.
-
મેટ્રો સેવા પણ મોડા રાત્રે સુધી ઉપલબ્ધ રાખવામાં આવી છે.
બે ટીમે અત્યાર સુધી IPL ટાઈટલ ક્યારેય નથી જીત્યો – એટલે આજે ઇતિહાસ રચાવાનો દિવસ છે!