OnePlus 13s – એક નવો સ્માર્ટફોન
આ ફોન ૫ જૂન, ૨૦૨૫ ના રોજ લોન્ચ થયો હતો. આ ફોનની અંદાજિત કિંમત ૫૫,૦૦૦ ની આસપાસ હતી.તમે જો એક નવો, ઝડપદાર અને મજબૂત સ્માર્ટફોન લેવાની તૈયારીમાં હોવ તો OnePlus 13s તમારા માટે એક સરસ વિકલ્પ બની શકે છે. OnePlus કંપનીએ પોતાના નવા ફોન OnePlus 13s ને ભારતીય બજારમાં 5 જૂન, 2025ના રોજ લોન્ચ કર્યો છે. એ ખાસ કરીને એ લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે જે શ્રેષ્ઠ કેમેરા, ઝડપી પ્રોસેસર અને લાંબા સમય સુધી ચાલતી બેટરી ઈચ્છે છે.
પ્રોસેસર
OnePlus 13s માં Qualcomm Snapdragon 8 Gen 3 Elite ચિપ લગાવવામાં આવી છે. આ એક અત્યંત ઝડપી અને આધુનિક પ્રોસેસર છે, જેનાથી તમારું ફોન ખૂબ ઝડપી અને સરસ રીતે ચાલે છે. મોટી મેમોરી એપ્સ અને હેવી ગેમ પણ એમાં સરળતાથી ચાલી શકે છે.
ડિસ્પ્લે
આ ફોનમાં 6.32 ઇંચનું AMOLED LTPO ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ છે, જેનાથી સ્ક્રોલિંગ અને વિડિયો જોવા ખૂબ જ સ્મૂથ લાગે છે. ફોનનો દેખાવ પણ ખુબજ આકર્ષક છે.
કેમેરા
-
પાછળનો કેમેરા: 50MP મુખ્ય કેમેરા અને 50MP ટેલિફોટો લેન્સ છે. ટેલિફોટો લેન્સથી તમે ફોટાને ઝૂમ કરીને પણ કિલિયર ફોટો લઈ શકો છો.
-
સામેનો કેમેરા:32MPનો છે અને તેમાં ઑટોફોકસ સપોર્ટ પણ છે. જેથી સેલ્ફી પણ શાર્પ અને હાઈ ક્વોલિટી આવે છે.
બેટરી
OnePlus 13sમાં 5,850mAh ની બેટરી આપવામાં આવી છે. આટલી મોટી બેટરીથી એક વખત ચાર્જ કર્યા પછી તમે આખો દિવસ સ્માર્ટફોન ઉપયોગ કરી શકો છો – ભલે તમે વીડિયો જુઓ કે ગેમ રમો.
રેમ અને સ્ટોરેજ
આ ફોનમાં 12GB રેમ અને 256GB ઇન્ટર્નલ સ્ટોરેજ છે. તમારું ફોન હેંગ થયા વિના અનેક એપ્લિકેશન સાથે સરળતાથી ચાલશે.
ઓપરેટિંગ સિસ્ટમ
આ ફોન Android 15 પર આધારિત OxygenOS ઉપર ચાલે છે. OxygenOS એક ક્લીન અને ઝડપી યુઝર ઈન્ટરફેસ આપે છે.
ખાસ ફીચર –
ફોનમાં એક નવી ટેક્નોલોજી ‘Plus Key’ આપવામાં આવી છે, જેને તમે તમારી જરૂર મુજબ કસ્ટમાઇઝ કરી શકો છો. પહેલા ફોનમાં એલર્ટ સ્લાઇડર હોય છે, હવે તેને બદલે આ નવું બટન આપાયું છે.
લોન્ચ ઇવેન્ટ અને લાઈવ સ્ટ્રીમ
આ ફોનનું લોન્ચિંગ ઇવેન્ટ 5 જૂનના રોજ બપોરે 12 વાગ્યે લાઈવ કર્યું હતું. તમે OnePlusની YouTube ચેનલ અથવા વેબસાઈટ પર જઈને તેનું વિડીયો ફરી જોઈ શકો છો.