એર ઇન્ડિયાની દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઈટ AI 171 – ટેકઓફ બાદ એમર્જન્સી સ્થિતિ, ફ્યુઅલ સ્વિચ બંધ, ઘાતક વિમાન દુર્ઘટના

Finnaly એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ની ઘટનાની ખબર પડી ગઈ: આ વિમાન દુર્ઘટનાનું કારણ શું હતું? સંપૂર્ણ વિગતો

📅 July 14, 2025 | 🕒 10:59 AM | ✍️ Jovo Reporter

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનું કારણ આખરે બહાર આવ્યું: ફ્યુઅલ સ્વિચની ભૂલ કે પાઇલોટનો અવગણના? સંપૂર્ણ વિગત વાંચો!


12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI 171 ટેકઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. 260 લોકો માર્યા ગયા હતા, જેમાં 240 મુસાફરો અને ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો.


વિમાન ટેક-ઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયાં. આ સમય દરમિયાન કોકપીટ રેકોર્ડિંગ દર્શાવે છે કે એક પાઇલટે બીજાને પૂછ્યું કે, "શું તમે એન્જિન બંધ કરી દીધું છે?"   બીજા પાઈલટે જવાબ આપતાં કહ્યું કે ના મેં બંધ નથી કર્યું.

ક્રેશ થયેલ વિમાનના બંને એન્જિનના ફ્યુઅલ સ્વીચો બંધ હતા, ત્યારબાદ પાઇલટ્સે તેમને ચાલુ કર્યા અને બંને એન્જિનને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ વિમાન ખૂબ જ ઓછી ઊંચાઈ પર હતું, તેથી એન્જિનોને ફરીથી પાવર મેળવવાનો સમય મળ્યો નહીં અને વિમાન ક્રેશ થયું.આ વિમાનના ફ્યુઅલ સ્વિચમાં કેવી રીતે ખામી સર્જાઈ તે હજુ સ્પષ્ટ નથી.ટેકઓફથી અકસ્માત સુધી આખી ફ્લાઇટ ફક્ત 30 સેકન્ડ ચાલી હતી.

વિમાન ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડમાં બંને એન્જિન હવામાં જ બંધ થઈ ગયા હતા - ઇંધણ કટ-ઓફ સ્વિચ એક પછી એક માત્ર એક સેકન્ડમાં RUN થી CUTOFF માં બદલાઈ ગયા. 


પાઇલોટોએ એન્જિનને ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો.એન્જિન 1 અમુક હદ સુધી ચાલુ થઈ ગયું, પરંતુ એન્જિન 2 ક્રેશ થાય એ પહેલાં સ્ટાર્ટ ન થઈ શક્યું. વિમાન માત્ર 30 સેકન્ડ માટે હવામાં રહ્યું હતું.અકસ્માત સમયે આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ હતું. વિઝિબિલિટી પણ બરાબર હતી. આંધી-તોફાન જેવી પણ કોઈ સ્થિતિ નહોતી.


રિપોર્ટમાં એ પણ જણાવાયું હતું કે એન્જિન બંધ થતાં જ રેમ એર ટર્બાઇન ખૂલી ગયું. આ એક નાનું પ્રોપેલર જેવું ડિવાઇસ હોય છે. તે હવાની ગતિથી ફરે છે અને વીજળી ઉત્પન કરે છે. ખાસ કરીને ત્યારે જ્યારે વિમાનનો મેઇન પાવર કપાઈ જાય અથવા હાઇડ્રોલિક સિસ્ટમ ફેઇલ થઈ જાય. RAT વિમાનને ન્યૂનતમ નેવિગેશન અને કંટ્રોલ સિસ્ટમને ચાલુ રાખવામાં મદદ કરે છે.

 
વિમાનનો છેલ્લો સિગ્નલ 190 મીટર (625 ફીટ)ની ઊંચાઈ પર મળ્યો હતો, જે ઉડાન ભર્યા પછી તરત જ આવ્યો હતો.  વિમાન 12 જૂનની બપોરે 1:39 વાગ્યે રનવે 23 પરથી ઉડાન ભરી હતી. ઉડાન ભર્યા પછી વિમાનના પાઇલટે એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કૉલ મોકલ્યો હતો, પરંતુ એ પછી કોઈ જવાબ મળ્યો નહોતો.

એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 171 અમદાવાદથી લંડન જઈ રહી હતી. એમાં કુલ 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આમાં 103 પુરુષ, 114 મહિલા, 11 બાળક અને 2 નવજાત શિશુનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ-મેમ્બર હતા. આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું.

એર ઇન્ડિયાના અગાઉના દુર્ઘટનાઓનો ઇતિહાસ જુઓ