Doomsday Fish – શું ખરેખર વિનાશનું સંકેત?
કયામત કી માછલી ને હિન્દીમાં "ઓરફિશ" કહેવામાં આવે છે.કારણ કે કેટલાક એશિયન દેશોમાં, ખાસ કરીને જાપાનમાં, એવું માનવામાં આવે છે કે આ માછલી ભૂકંપ અને સુનામી જેવી આફતોનો સંકેત આપે છે. તાજેતરમાં, તમિલનાડુના દરિયાકાંઠે એક ઓરફિશ જોવા મળી હતી, જેનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ઓરફિશ એક લાંબી, રિબન જેવી માછલી છે જે સામાન્ય રીતે ઊંડા સમુદ્રમાં જોવા મળે છે. તે 200 થી 1000 મીટરની ઊંડાઈએ રહે છે, તેથી તેને જોવાનું દુર્લભ છે. જ્યારે તે સપાટી પર આવે છે, ત્યારે તેને ઘણીવાર આપત્તિની નિશાની માનવામાં આવે છે.આ ધારણા ખાસ કરીને જાપાન, ફિલિપાઇન્સ અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં પ્રચલિત છેએટલું જ નહીં, છેલ્લા કેટલાક વર્ષોમાં તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે પણ Oarfish દેખાઈ હોવાનું નોંધાયું છે.
વૈજ્ઞાનિકો કહે છે કે ઓરફિશના દેખાવ અને આફતો વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. તેઓ માને છે કે ઓરફિશ જ્યારે બીમાર હોય છે અથવા તેનો રસ્તો ભૂલી જાય છે ત્યારે સપાટી પર આવે છે, જે તેના મૃત્યુ તરફ દોરી જાય છે.
જોકે, જાપાની લોકકથાઓમાં, ઓરફિશને "સમુદ્ર દેવના મહેલનો સંદેશવાહક" માનવામાં આવે છે, જે ભૂકંપ અને સુનામીની આગાહી કરે છે.તેનો શરીર સાપ જેવો લાંબો અને ચમકતો હોય છે.આ માછલીને "Doomsday Fish" એટલે કે “વિનાશ સંકેત” એવું કહેવાય છે.
2011માં જાપાનમાં આવેલા મહાભૂકંપ પહેલા પણ Oarfish તટે દેખાઈ હતી, જે પછીથી લોકોએ તેને કુદરતી વિપત્તિનું આગાહીરૂપ માનવામાં આવે છે.
આ માછલી ની લંબાઈ ૧૦ થી ૧૫ મીટર ની હોય છે.આ માછલીનું વજન 200 કિલોગ્રામ કે તેથી વધુ છે.આ માછલી નો રંગ ચાંદી જેવો ચમકદાર અને તેની પાંખો લાલ રંગ ની હોય છે.તેનો ખોરાક નાની માછલીઓ હોય છે.
Doomsday Fish લગભગ તમામ સમુદ્રોમાં જોવા મળે છે.ભારતીય મહાસાગર જાપાન અને ફીજીના તટે આ માછલી જોવા મળે છે.વૈજ્ઞાનિક એવું કહે છે એવું કોઈ પુરાવો નથી કે Oarfish ભૂકંપ કે તોફાનની આગાહી કરે છે.આ એક લોક નો વિશ્વાસ છે – પણ હાલમાં પણ જ્યારે પણ આ માછલી તટે દેખાય, સોશિયલ મીડિયા પર તરત “ભૂકંપ આવશે!” જેવા મેસેજ વાયરલ થઈ જાય છે.
2024 અને 2025માં પણ ફિલિપાઇન્સ અને તાઇવાનના દરિયામાં આ Doomsday Fish દેખાઈ હતી.તેના થોડી જ વખતમાં ત્યાં ભૂકંપના ઝટકા નોંધાયા હતા – જેની અસરથી લોકોમાં ફરી એકવાર ભય ફેલાયો.મોટા ભાગે જ્યારે Oarfish જોવા મળે છે, ત્યારે તે સ્વાભાવિક રીતે મૃત્યુ પામવા જતી હોય છે. પણ સમાચારો અને સોશિયલ મીડિયામાં એના આવી જવાના પછી આવતા ભૂકંપના કિસ્સાઓથી લોકોને ભય લાગતો રહે છે.
વિજ્ઞાનીઓ કહે છે કે Oarfish અને કુદરતી આપત્તિઓ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. તેમના મત પ્રમાણે:
-
Oarfish સામાન્ય રીતે બીમાર હોય ત્યારે જ સપાટી પર આવે છે.
-
કેટલાક સમયે દરિયામાં થયેલા ફેરફારો (જેમ કે તાપમાન, જ્વારભાટા, પલ્યુશન) તેને દિશા ગુમાવવાનું કારણ બને છે.
-
ઘણીવાર તે મૃત્યુ પામતી અવસ્થામાં હોય છે, તેથી સહેજ પવન કે પ્રવાહથી પણ તટે પહોંચી જાય છે.
2024: ફિલિપાઇન્સ – Oarfish દેખાય પછી 6.0થી વધુ તીવ્રતાનો ભૂકંપ
-
2025: તાઇવાન – માછલી દેખાઈ અને પછી તોફાની પવન અને વરસાદ